Latest New Gujarati Shayari - ગુજરાતી શાયરી નો ખજાનો
લખું છું રાધા માટે ને મીરાને ગમી જાય છે,
દિલને ગમે છે રાધા ને રુકમણી મળી જાય છે !
-----------------------
હયાતી નો પુરાવો લઈને આવ્યો છું.હું
તારી જ એક કવિતા નો શબ્દ બનીને આવ્યો છું. હું..
-------------------------
તું વહેતો મૂકી દે પ્રેમ ને આ હવાની લહેરમાં....
મેં ક્યાં લખીને માગ્યું છે કોઈ દસ્તાવેજમાં..?
-----------------------
જો મળી જાય બઘાને
મોહબ્બત ની મંઝીલ...!!
તો રાત ના અંઘારા મા
કોણ ચલાવશે શાયરી ની મહેફીલ...!!!
--------------------------
તને સ્પર્શ કરૂ ને થાવ પવિત્ર
ગળે મળું તો સુગંધિત થાવ..
------------------------
તુજ મસ્તકે ઝૂકી ઝૂકી છાયા કરે ગગન,
ને પૃથ્વી તારા ચરણોમાં ફૂલો ધર્યા કરે.
પથરાઈને પડી રહે પાલવમાં ચાંદની,
ઝુલ્ફોના અન્ધકારમાં તારા ખર્યા કરે
--------------------------
મસ્ત છે આ મૌનની જાહોજલાલી,
એટલે ખપતા નથી શબ્દો શરાબી
--------------------------
ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો પણ,
આ દિલની ચાહત તો બસ હજુ તું જ છે !!
------------------------
લડ્યા ઉજાગરા એક ઝોંકા ની વાત માં,
ને પછી કતલ થયું નીંદર નું મધરાત માં!
એ ના પૂછો આંખ આટલી લાલ કેમ છે?
રક્ત ફેલાયું છે ઊંઘ નું આંખ માં!
------------------------
લાગણીના દરિયાને એટલો પણ ના ઉલેચો કે...,
તળિયાની રેતીથી હૃદય પણ છોલાઈ જાય..
--------------------------
એમના વિરહમાં મારી જિંદગી કરમાઈ ગઈ,
દિવસો થયા રણ અને રાતો ભીંજાઈ ગઈ..!!
-----------------------
"અનહદ"ની જો વ્યાખ્યા લખું...
તો તારા પ્રત્યે નો "પ્રેમ" જ આવે..!!
------------------------
વરસતો હોય વરસાદ તો એક હદ સુધી ગમે..
વરસતું હોય તમારી મિત્રતા નું વ્હાલ તો અનહદ સુધી ગમે...
------------------------
તને યાદ કરીને ઊઠવું,
અને તને યાદ કરીને સૂઈ જવું,
કેટલું સરળ છે,
તારું ના થઈને પણ તારું થઈને રહેવું !!
-------------
નજરો મળે છે પણ વાત નથી બનતી,
રેખાઓ મળે છે પણ હથેળીઓ નથી મળતી,
કેવી હોય છે ક્યારેક નસીબની રમત...!
સંબંધમાં હ્રદયો તો મળે છે, પણ ઇશ્વરની મંજૂરી નથી મળતી..
------------------------
મળવું હોય તો ગમે ત્યારે મળી જઈશું,
પણ મજા ત્યારે આવે જયારે તને મારો ઇંતજાર હોય..!
-------------------------
શાયરી હ્રદયનો ભાર હળવો કરવાની એક તરકીબ છે,
જેને મેળવી નથી શક્તા એની સાથે શબ્દોમાં જીવીએ છીએ..!!
--------------------------
ભીંજાયા તમ સંગ પણ અંતર ના ભીનું થયું,
અંતર ભીનું થયું ત્યાં તો અંતર વધી ગયું...!.
---------------------------
ઝાડ કયાં, પંખી ને ડાળ ભાડે આપે છે . . . ?
એ તો ટહુકા ની આશ નિરંતર રાખે છે . . . !
મધપૂડો કયાં માખી ભાડે રાખે છે . . . ?
એ તો મઘુરસ માં, બલિદાન આપે છે . . . !
પવન કયાં પરાગરજ ઊંચકવા નું ભાડુ માંગે છે . . . ?
એ તો ફુલો થી ઘરતી ને મઢવાની આશ રાખે છે . . . !
જન્મ આપી ઈશ્વર કયાં માનવ ની ભક્તિ માંગે છે . . . ?
એ તો માનવ, માનવ થઈ ને રહે તેવી આશ રાખે છે . . . !!
-----------------------------------
આ લાગણીના બંધન પણ કેવા અનોખા છે,
તમને મળ્યા વિના પણ હું ઓળખું છું તમને !
-------------------------------------
પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો !!
------------------------------------
આમાં ગણતરી કરવાની જરૂર જ ક્યાં છે,
ચોખ્ખું ગણિત છે તું બાદ તો જિંદગી બરબાદ
------------------------------------
પ્રેમમાં ને પ્રેમમાં સમય ક્યાં વિતિ જાય છે,
બસ એક મુલાકાત માટે આંખો તરસી જાય છે !
------------------------------------
રાહ જોવાનું સફળ થઈ જાય,
તુ આવે ને પછી વરસાદ થાય.
----------------------------------
નોતી છરી કે નોતી તલવાર બસ કુણી નજર થી ઘવાઈ ગઈ
છપ્પનની છાતી પથ્થર જેવી સાવ આસાની થી ચિરાઈ ગઈ
---------------------------------
लोग चुराने लगे हैं शायरियाँ मेरी,
गुजारिश है, कभी दर्द भी चुराइये मेरा...
-----------------------------------
તારી ભીંજાવા ની ખબર નહોતી કોઈ ને,
એ તો મેઘ ગરજવા માંડયો તને જોઈ ને...
-------------------------------------
વાયદો કરીને તોડું હું એમાંથી નથી ,
પ્રેમ કરીને તને છોડું હું એમાંથી નથી
---------------------------------------
ઉંમર કહે છે કે,
હવે જિંદગીની સાંજ થઈ ગય છે,
હ્રદય કહે છે કે,
ડાયરો તો સાંજે જ જામે છે !
----------------------------
ગળે આવેલા શબ્દો ને ગળી જાઉં છું,
બોલીને ના બગાડવા ઘણું સહી જાઉં છું,!
----------------------------
આસપાસ નથી છતાં હરએક પલ તારો અહેસાસ છે !
તું ને તારી યાદ મારી જીંદગી નો છેલ્લો ધબકાર છે !!
------------------------------
દરેક પળમાં પ્રેમ અને દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ અને જીવી લો તો જિંદગી છે !!
-----------------------------
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય..
કરાર હોય ત્યાં યાર ન હોય..
આંખો બોલે ને મન સાંભળે..
ત્યા લખાણના વ્યવહાર ન હોય..
--------------------------
તું પરબીડિયામાં નદી મોકલી દે,
તરસની સીમાએ હવે હદ કરી છે.
પ્રતીક્ષા કરી રાત ભર ડાળ-ડાળે,
પ્રભાતે ગઝલ પાંદડી પર ઠરી છે
---------------------------
મને લાગ્યું એ નાદાન છે,
ઇશ્ક થી અજાણ છે.
નાદાની તો અદા છે એની,
બાકી મારાં જેવાની એના પાસે ક્યાં તાણ છે
------------------------
આંખના ખૂણે રહેવા આંસુની
હરિફાઇ તો જુવો,
એક આંસુ બીજા આંસુ ને ધક્કો મારે છે.
----------------------------
મને એક ફરિયાદ તારી,
તને જરા પણ નથી યાદ મારી.
તું જો ચતુર્થીનો રિસામણો ચાંદ,
તો હું ય બીજની અધૂરી આશ તારી...!
--------------------------
પ્રેમ એટલે કમલપત્ર પર ચમકતું ઝાકળ....
લીલેરી લાગણી નો અલિખિત કાગળ...
----------------------------
તમને જોઈ સ્વર્ગની અપ્સરાઓમાં વિવાદ છે
એક આભમાં બીજો ઘરતી પર કયો ચાંદ છે.
------------------------------
ચહેરા બધા જાહેરાતો થી ભરેલા હતા..
હું એમાં લાગણી ના સમાચાર શોધતો હતો.
------------------------------
હું તો લાગણી ઓ ને પેલે પાર પહોંચી ગયો છું
આ ખાબોચીયા જેવો પ્રેમ મને નહીં ફાવે
-------------------------------
ना ढूंढ़िए मेरी आँखों में रतजगों की थकन !
ये दिल किसी के लिए बेक़रार था ही नहीं !
----------------------------------
વાત તો ખાલી "વિશ્વાસ"ની છે,,
બાકી પ્રેમ તો સાત ફેરા ફરવાથી પણ પૂરો નથી થતો...
-------------------------------------
મન મુકીને મળવુ છે....
બોલ તારે શુ કરવુ છે....
ન સમય ની ગણત્રી.
ન પળો નો હિસાબ....
લાગણી આજે પણ....
તારાથી એટલી જ છે..
--------------------------------
સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા...
મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા...
“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે...
પણ અફસોસ..
“તમે જ છો અમારા” એવુ કહેનાર કોઈ ના મળ્યા.....
---------------------
તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના,
અને મારા શબ્દો અધૂરા છે તારી વાહ વિના !
---------------------
લખવું છે કંઈક ગઝલ જેવું તારા માટે ,
પણ મન માં કોઈ શબ્દો ક્યાં આવે છે ?
એક વાર આવી ને મારી સાથે વાત કરી જા ,
તારી બોલી મને ગઝલ જેવી લાગે છે...!!!
------------------------
મારા લખેલા બે શબ્દો માં ક્યાંય તારું નામ નથી,
બસ તું મારા દિલમાં છે ક્યાંય શરેઆમ નથી!
-------------------------
આપણી આ પ્રીતને નવો અંજામ દેવાની તૈયારી છે,
કાલ સુધી મીરા દીવાની હતી હવે મારી વારી છે!
-------------------------
સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ બીક,
એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક
-------------------------
એણે એવું કીધું સુખની ચાવી શોધી લાવો
ને..
.
.
હું તો એને શોધું છું કે સુખ ને તાળું કોણે માર્યું ....!!
-------------------------
પાત્રતા પુરવાર હોવી જોઇએ
હર દશા સ્વીકાર હોવી જોઇએ
ચાલશે કેવળ ઈશારો હા વિષે
ના,ખુલાસાવાર હોવી જોઇએ
સોંસરો ઉતરી શકે ઊંડે સુધી
શબ્દને પણ ધાર હોવી જોઇએ
અર્થ અવળો થઇ શકે છે મૌનનો
વાત વિગતવાર હોવી જોઇએ
ઝાંઝવા ખળખળ નથી વહેતાં કદી
જાત મૂશળધાર હોવી જોઇએ !
હસ્તગત કંઇ હોય કે ના હોય,પણ
લાગણી ચિક્કાર હોવી જોઇએ
મૃત્યુને પણ મારવી અઘરી પડે
જિંદગી ખુંખાર હોવી જોઇએ
----------------------------
તને ખબર નથી પણ..
પ્રેમ માં ઝંખવાની પણ એક મજા હોય છે,
તું ના બોલે ભલે મારી સાથે..
પણ તને જોવાની પણ એક મજા છે,
મારી ભૂલ થવાની ભલે તું મને સજા કર..
તારી સજા ની પણ એક મજા છે,
તારી રાહ જોવા માં ભલે મને થકવી નાખ..
તારી રાહ જોવાની પણ એક મજા છે,
મિલન ની મારી આસ તુ ભલે પુરી ના કર..
પણ તારા વિરહ ની પણ એક મજા છે...
--------------------
જરૂરી નથી કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવાવાળા પણ ગજબના યાદ રહે છે !!
----------------
મળવું છે મારે ફરી,
તું મુલાકાત આપી દે.
મારી આકાંક્ષા ને એક,
અવસર આપી દે..
---------------
એવું નથી કે એ જ રૂપાળાં હતાં ફક્ત,
એનાથી ઝાઝો હું ય સરસ લાગતો હતો.
-----------------
તને સપના માં વિચારીને મારુ મન હરખાય
તને સપનામાં વિચારીને મારુ મન હરખાય તું થોડી તરસ છે તે આમ જ છીપાય..
ગમે તો જણાવજો બસ માં છું અને લખ્યું
----------------
શબ્દે શબ્દ મારા જાણે ખાસ બની જાય
લખુ તારા વિશે ત્યારે દિલને શ્વાસ મળી જાય.
------------------
કસમો થી બાંધેલીસાંકળહતી જે તે તોડી દીધી છે
હવેથી વહેલો સુઇ જઇશ મહોબ્બત છોડી દીધી છે મેં
-------------
એક તરસ્યો શબ્દ હું બનું
એક વહેતી ગઝલ તું બને
એક ખાલી કલમ હું બનુું
એક રંગબેરંગી શાહી તું બને.
-------------
કોણ જાણે કેટલી સાંજ તારી રાહમાં વીતી ગઈ,
તું જ્યારે હમણાં આવું છું કહીને ચાલી ગઈ..!!
---------------
ભીંજાયા તમ સંગ પણ અંતર ના ભીનું થયું,
અંતર ભીનું થયું ત્યાં તો અંતર વધી ગયું...!.
------------------
ડર લાગે છે હવે કોઈ સાથે વધારે વાતો કરતા,
થોડો પ્રેમ આપીને જિંદગીભર ની યાદો આપી જાય છે
------------------
Best Gujarati Shayari and Gujarati Poetry Collection is Here
3 Comments
Very nice